Rajkot: બિલ્ડરો બાદ હવે જ્વેલર્સ પર આવકવેરા વિભાગની તવાઈ, પ્રયોશા જ્વેલર્સ પર પાડ્યા દરોડા

સોર્સ : GSTV
રાજકોટમાં માર્ચ એન્ડિંગ પહેલા આવકવેરા વિભાગે કરચોરી કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પેલેસ રોડ અને કોટેચા ચોકમાં આવેલ પ્રયોશા જ્વેલર્સની બ્રાન્ચમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલથી શરૂ કરાયેલી આ કાર્યવાહી સર્વે સ્વરૂપે ચાલી રહી છે, જે સર્ચમાં ફેરવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલ્ડર અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર બાદ હવે જ્વેલર્સ પર તવાઈ બોલાવવામાં આવી છે. આવકવેરા વિભાગની તપાસને પગલે રાજકોટના ઝવેરી બજારમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. તપાસ દરમિયાન દસ્તાવેજો અને વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે.

