Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : In Veerpur, Tel Hokra River flooded electric car, 70-year-old victim!

VIDEO: વીરપુરમાં તેલ હોકરા નદીના પૂરના પાણીમાં તણાઈ ઈલેક્ટ્રિક કાર, ૭૦ વર્ષીય વૃદ્ધનો લેવાયો ભોગ!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં નેશનલ હાઈવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈ વીરપુર જતા રસ્તે તેલ હોકરા નદીના પ્રચંડ પ્રવાહમાં એક ઈલેક્ટ્રિક કાર તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત બાદ તણાયેલી ઈલેક્ટ્રિક કારને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. એસડીઆરએફ, ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય મામલતદાર સહિતની સંયુક્ત ટીમ દ્વારા ગુમ થયેલા કારચાલકની સતત ૨૬ કલાક સુધી સઘન શોધખોળ ચલાવવામાં આવી હતી. ૨૬ કલાકના આ સઘન રેસ્ક્યૂ ઓપરેશન બાદ ઘટનાસ્થળેથી ૩ કિલોમીટર દૂર આવેલા થોરાળા ડેમમાંથી કારચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ ગોંડલના ૭૦ વર્ષીય ભીખુભાઈ ધનજીભાઈ ડોબરીયા તરીકે થઈ છે, જેમના મૃતદેહને પીએમ અર્થે વીરપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News