VIDEO : વીરપુરમાં માત્ર ₹35ના ટોલ માટે કર્મચારીનું ગળું દબાવનાર શખ્સની પોલીસે કાઢી શાન, ગામમાં ફેરવી ભાન કરાવ્યું!
સોર્સ : gstv
યાત્રાધામ વીરપુર નજીક આવેલા પીઠડીયા ટોલ પ્લાઝા પર માત્ર ૩૫ રૂપિયાના ટોલ ટેક્સ મામલે કાર ચાલકની દબગાંઈ જોવા મળી છે. જોકે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળ અને ગામમાં રિ-કન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પીઠડીયા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગમાંથી ટોલની રકમ કપાતા ઉશ્કેરાયેલા રબારીકા ગામના આ શખ્સે ટોલ કર્મચારી સાથે માથાકૂટ કરી તેનું ગળું દબાવ્યું હતું. તેમજ જ લાફો પણ ઝીંકી દીધો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થયા છે આ મામલે વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિપુલ કાઠી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો.

