Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : In Rajkot, the dispute between the police and the lawyer heated up

VIDEO: રાજકોટમાં પોલીસ-વકીલ વચ્ચે વિવાદ ગરમાયો

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં પોલીસ અને વકીલ વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાયો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજદારના કામ માટે ગયેલા એક વકીલ સાથે ગેરવર્તણૂક અને ફરજમાં રૂકાવટની ફરિયાદ બાદ મામલો હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો છે. હવે વકીલ મંડળે કોર્ટ ડેકોરમના કડક પાલનની માંગ કરી છે. વકીલોનું કહેવું છે કે પોલીસ અધિકારીઓ કોર્ટમાં પ્રોપર યુનિફોર્મ વગર અથવા અધૂરા ડ્રેસમાં હાજર રહેશે તો તેની ફરિયાદ સીધી જજ સમક્ષ કરવામાં આવશે અને કાર્યવાહી અટકાવવાની માંગ કરાશે. એટલું જ નહીં, સરકારી વકીલોની મદદથી ફાઇલ કે ચિઠ્ઠીના ટાંચણ પરથી જુબાની આપવાની પ્રથા પણ હવે ચલાવી લેવામાં નહીં આવે અને પોલીસને મૌખિક જુબાની જ આપવી પડશે.સમગ્ર મામલે ચીફ જસ્ટિસ ઓફ હાઇકોર્ટને રાજકોટ બાર એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

App Store