VIDEO: રાજકોટમાં 'જે.પી. મસાલા' ફેક્ટરી પર દરોડો, રૂ. 41.91 લાખનો ભેળસેળયુક્ત જથ્થો સીઝ
સોર્સ : gstv
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગુંદાળા ગામની સીમમાં આવેલી 'જે.પી. મસાલા' ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ધાણાજીરુંના ભૂસા, મકાઈનો લોટ, પામોલીન તેલ અને કૃત્રિમ કલર ભેળવી મસાલા તૈયાર કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ફેક્ટરીમાંથી અંદાજે રૂ. 41.91 લાખની કિંમતનો શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો સીઝ કર્યો છે. ફેક્ટરીના માલિક મિતુલભાઈ ઉર્ફે મનીષભાઈ બાલધા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે.

