VIDEO: હેમાંગ પેશાવડિયાએ ધો-10માં 99.95 PR મેળવ્યા, પિતાનું કેન્સરથી અવસાન થતા પરિણીત બહેને પિતાની ફરજ નિભાવી
સોર્સ : gstv
રાજકોટના હેમાંગ પેશાવડિયાએ વિપરીત સંજોગો વચ્ચે ધોરણ-10માં 99.95 PR મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. એક વર્ષ પહેલા પિતાનું કેન્સરથી અવસાન થતા પરિણીત બહેને પિતાની ફરજ નિભાવી અને આર્થિક તંગીના કારણે નોકરી કરતા હેમાંગને અભ્યાસમાં પરોવ્યો. પિતા કારખાનામાં કામ કરતા હતા, પરંતુ તેમના ગયા પછી બહેનના મજબૂત સપોર્ટથી હેમાંગે આ સિદ્ધિ મેળવી છે. ભવિષ્યમાં ડોક્ટર બનીને પિતાનું સપનું પૂરું કરવાની નેમ ધરાવતા હેમાંગની આ સંઘર્ષગાથા સૌ માટે પ્રેરણારૂપ બની છે.

