VIDEO: રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે વાહન અથડાવા બાબતે માથાકૂટ
સોર્સ : gstv
રાજકોટમાં નજીવી બાબતોને લઈને માથાકૂટના બનાવો જાણે સામાન્ય બની રહ્યા છે. શહેરના ઇન્દિરા સર્કલ વિસ્તારમાં વાહન અથડાવાની બાબતે બે વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા બંને વાહનચાલકોએ એકબીજા સાથે છૂટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. જાહેર માર્ગ પર બંને વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા પણ એકઠા થયા હતા. વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી મારામારીને લઈને હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

