Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Hardiksinh Jadeja accepts responsibility in petrol pump firing case,

Rajkot: પેટ્રોલપંપ પર ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહ જાડેજાએ સ્વીકારી જવાબદારી, પોલીસની ટીમો ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશ રવાના

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: પેટ્રોલપંપ પર ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહ જાડેજાએ સ્વીકારી જવાબદારી, પોલીસની ટીમો ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશ રવાના
સોર્સ : GSTV

રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામે પેટ્રોલપંપ પર મોડી રાત્રે થયેલી ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર બે અજાણ્યા બુકાનીધારીઓએ બાઇક પર આવીને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની જવાબદારી કુખ્યાત ગુનેગાર હાર્દિકસિંહ જાડેજાએ સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને આરોપીઓને પકડવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ટીમો મોકલી છે.

App Store

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા. આ ઉપરાંત, હાર્દિકસિંહ જાડેજાએ શેર કરેલા વીડિયોમાં ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી, જો કે વીડિયો રાજ્યની બહાર બનાવવામાં આવ્યો હોવાનું પોલીસનું અનુમાન છે.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને ગોંડલ તાલુકા પોલીસની ટીમો આરોપીઓને પકડવા માટે રાજ્યની બહાર ઉત્તરપ્રદેશમાં બે ટીમો અને મધ્યપ્રદેશમાં ત્રણ ટીમો મોકલવામાં આવી છે. આ ઘટનાએ રીબડા ગામમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે, અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.