Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : GSTV's special conversation with Rajkot Engineering Association regarding GST slab changes

Rajkot news: GST સ્લેબના ફેરફારને લઈ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: GST સ્લેબના ફેરફારને લઈ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો
સોર્સ : GSTV

Rajkot news: કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફારને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને આવકાર્યો છે. આ નિર્ણયને વેપારીઓ, ઉદ્યોગપતિઓએ વધાવી લીધો છે. 12 ટકા અને 28 ટકાનો સ્લેબ હટાવતા ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. કારણ કે, રાજકોટને એન્જિનિયરિંગ હબ માનવામાં આવે છે તેમજ રાજકોટ એન્જિનિયરિંગ સાથે જોડાયેલું છે. તેની આની સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ કહ્યું વડાપ્રધાનની દિવાળી ગિફ્ટ આપી છે. 

App Store

રાજકોટના ઉદ્યોગોને નવું બુસ્ટ મળશે. રાજકોટ ઑટો મોબાઇલ્સ હબ ગણવામાં આવે છે જે GST સ્લેબનો 28માંથી 18 ટકામાં સમાવેશ થયો છે. સ્લેબ બદલાવનો કૃષિ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે. ટ્રેક્ટરની જેમ ડીઝલ એન્જિન કૃષિ પ્રોડક્ટ્સ સમાવેશ થાય તેવી આશા છે. GSTના બે સ્લેબ જ રહ્યા તે ફાયદાકારક છે. ડીઝલ એન્જિન કૃષિ પ્રોડક્ટમાં સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે.જવેલરી ઉદ્યોગોને પણ GST સ્લેબ ઘટતા ફાયદો થશે. આ સિવાય સ્ટેશનરીમાં GST કાઢવામાં આવ્યો જેનાથી મોટાભાગના લોકોને ફાયદો થશે.