Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Policeman roaming in Rajapat in Makarpur, Vadodara becomes a topic of discussion

VIDEO: વડોદરાના મકરપુરમાં રાજાપાટમાં ફરતા પોલીસ જવાન ચર્ચાનો વિષય બન્યો

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વડોદરા શહેરના મકરપુર વિસ્તારમાં નશો કરેલી હાલતમાં પોલીસ કૉન્સ્ટેબલ આખા વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો હતો. દારૂ પીને વાહન હંકાવી લોકો સાથે મગજ મારી બેફામ વાહન હંકારતા સ્થાનિકો એકઠા થયા હતા. આ અંગે સ્થાનિકોએ કારને અટકાવીને પૂછપરછ કરતા અંદર રહેલા વ્યકિતએ પોલીસમાં નોકરી કરે છે એમ કહીને દાદાગીરી કરી હતી. જેથી પોલીસે નશાની હાલતમાં ઝડપાયેલા કૉન્સ્ટેબલ સામે કાર્યવાહી કરી હતી.

App Store

આ અગાઉ પણ દારૂ પીધેલા પોલીસ કર્મીએ  20 જુલાઈના રોજ દારૂ પીને જાહેર રોડ પર ટ્રાફિક જામ કર્યો હતો. દારૂ પીધેલા પોલીસ કર્મીનું નામ અમીત પરમાર  વરણામા પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને તે મકરપુરા વિસ્તારની હરિઓમધામ સોસાયટીમાં રહેતો હોવાનું આવ્યું સામે છે. આ નશો કરેલા પોલીસ કર્મી અને સ્થાનિક રહીશોની બબાલના વાઈરલ સીસીટીવી પણ સામે આવ્યા છે.