VIDEO: નવસારીમાં 2 બાળકી સાથે માતાના આપઘાત કેસમાં આખરે પતિની ધરપકડ
સોર્સ : GSTV
VIDEO: નવસારી શહેર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર બે બાળકી સાથે માતાના આપઘાત કેસમાં પોલીસને સફળતા મળી છે. નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મૃતક પરિણીતાની માતાએ ફરિયાદ આપ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. માતાએ પોતાના જમાઈ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નવસારી ગ્રામ્ય પોલીસે મૃતક મહિલાના પતિ હાર્દિક નાયકની ધરપકડ કરી હતી.
નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પાસાની તપાસ શરૂ કરી મૃતક પરિણીતાના પતિને સકંજામાં લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઘરકંકાસ અને અન્ય બાબતોને લઈ પરિણીતાએ બે બાળકી સાથે આપઘાત કરી લીધો હતો. જે બાદ મૃતકનો પતિ પલાયન હતો. પરંતુ પોલીસે ભારે જહેમત બાદ આખરે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

