Ahmedabad news: શકરી તળાવમાં AMCની બેદરકારીથી 3 યુવકોના મોત થયાનો વિપક્ષનો આરોપ

સોર્સ : GSTV
Ahmedabad news: અમદાવાદ શહેરમાં સરખેજ તળાવનું લોકાર્પણ થાય તે અગાઉ યુવકોના મોત થયા હતા. આ તળાવમાં સફાઈ માટે રાખેલી બોટ બાંધી નહોતી જેથી યુવકો બોટમાં ગયા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટયા હતા. જે અંગે વિપ7ે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ ઉઠાવી હતી.
સત્તાધીશો અને અધિકારીઓ બાઉન્સર રાખે છે પણ નાગરિકોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી. એએમસીની બેદરકારથી આજે અનેક નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો હતો. તળાવમાં યુવકોના મોત અંગે અધિકારી, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ ઉઠાવી છે.

