Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: The health of 2 dozen students of Gyan Shakti School near Limbasi, Matar, deteriorated

VIDEO: માતરના લીંબાસી નજીક જ્ઞાન શક્તિ શાળાના 2 ડઝન વિદ્યાર્થીઓની તબિયત લથડી

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ખેડા જિલ્લાના માતરના લીંબાસી નજીક ઈમેજ કેમ્પસમાં ચાલતી જ્ઞાનશક્તિ સ્કૂલના ધો.6માં ભણતા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. એકસાથે બે ડઝન વિદ્યાર્થીઓને ગભરામણ, ઊલ્ટી અને ચાલતા-ચાલતાં પડી જતા હતા. જેથી તાબડતોબ ત્રણ એમ્બ્યુલન્સથી તમામ વિદ્યાર્થીઓને ખેડા સિવિલમાં સારવાર માટે ખસેડયા હતા.

App Store

શાળાના વિદ્યાર્થીઓની અચાનક તબિયત બગડતા શાળા અને શિક્ષણ વિભાગમાં ભારે અફરા તફરી સર્જાઈ હતી. ત્યારબાદ ખેડા સિવિલમાં વિદ્યાર્થીઓને સારવાર અપાઈ હતી. જે બાદ સિવિલના બાળરોગ નિષ્ણાતે જણાવ્યું હતું કે આ વાયરલ ફીવર છે.