VIDEO: ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત: પહેલા માળેથી નીચે પટકાતા યુવાનની હાલત ગંભીર
સોર્સ : gstv
ધોરાજીમાં દુર્ઘટનામાં પહેલા માળેથી નીચે પટકાવાને કારણે વિશાલ સોદરવ નામનો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ બનાવમાં યુવાનના મોઢા, હોઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે....ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને ઘાયલ યુવાનને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની તબિયત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યો છે.

