VIDEO: પુરપાટ ડમ્પરે બાઈકને અડફેટે લેતા દાદી અને ૧ વર્ષના માસૂમ પૌત્રનું કરુણ મોત
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ ફાટક પાસે એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લેતા કમકમાટીભરી ઘટના ઘટી હતી. આ ગંભીર અકસ્માતમાં દાદી સુમીબેન રાજુભાઈ સોલંકી અને તેમના માત્ર એક વર્ષના માસૂમ પૌત્ર પ્રિન્સનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક રાકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એકસાથે ઘરના જ બે સભ્યોના મોતથી પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

