VIDEO: ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા શ્રાવણ માસ અને જન્માષ્ટમી પર્વ નિમિત્તે રજાઓ જાહેર કરાઈ
સોર્સ : gstv
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રજાઓ જાહેર કરવામાં આવી છે. ચેરમેન અલ્પેશ ઢોલરીયાના જણાવ્યા મુજબ, જન્માષ્ટમી નિમિત્તે આગામી ૨ સપ્ટેમ્બરથી ૭ સપ્ટેમ્બર સુધી યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે….રક્ષાબંધન અને શ્રાવણ માસના દરેક સોમવારે પણ યાર્ડમાં વેપાર-ધંધાનું કામકાજ બંધ રહેશે. તમામ ખેડૂતો, વેપારીઓ અને દલાલોને આ રજાઓની નોંધ લઈને તે મુજબ પોતાના કામકાજનું આયોજન કરવા વિશેષ અનુરોધ કરાયો છે.

