VIDEO: ગોંડલના લીલાખા ગામે અમર નદીમાં ઘોડાપૂર: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે સ્થળની મુલાકાત લીધી
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ ખાતે આવેલી અમર નદીમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેતા આસપાસના વિસ્તારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા લીલાખા ગામે પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હાલની સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી.

