Rajkot News: કિન્નરો દ્વારા પ્રથમ વખત પોતાના ઘરે કરવામાં આવી ગણપતિની સ્થાપના
ઉપલેટામાં આ વર્ષે કિન્નરો દ્વારા પ્રથમ વખત ગણપતિની સ્થાપન કરવામાં આવી છે. ધોરાજી-ઉપલેટા કિન્નર અખાડા દ્વારા પ્રથમ વખત ઉપલેટામાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આસપાસના લોકો, ભક્તો, શ્રધ્ધાળુઓ કિન્નર સમુદાય દ્વારા સ્થાપવામાં આવેલ આ ગણપતિ દાદાના દર્શન કરવા અને આરતીમાં શામિલ થવા ઉમટી રહ્યા છે. કિન્નરો દ્વારા પણ દરેક સમુદાયના લોકોને ઉત્સવમાં સામેલ થવા આવકારવામાં આવી રહ્યા છે.
ઉપલેટામાં રહેતા અને કિન્નર સમાજના પ્રમુખ અનુદે નયનાદે દ્વારા ઉપલેટા શહેરના ભગવતી નગરના ગણપતિ દાદાના મંદિરની બાજુમાં તેમના રહેણાંક મકાનમાં જ ગણપતિની સ્થાપન કરીને ઉત્સવ ઉજવી રહ્યા છે, જેમાં આસપાસ રહેતા સૌ કોઈ આ ઉત્સવમાં જોડાઈ પણ રહ્યા છે અને કિન્નરો દ્વારા આરતીમાં ઉપસ્થિત લોકોને આરતીનો લાભ આપવામાં આવે છે. આ સાથે ત્યા કીર્તન, રાસ , બાળકોને મનોરંજન આપવું તથા અન્ય આયોજન કરીને ધાર્મિક ઉત્સવ ઉજવી રહ્યા છે.

