VIDEO: રાજકોટના કોટડા સાંગાણીમાંથી લાખોના MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો
સોર્સ : GSTV
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.ઉલ્લેખનીય છે કે સાહિલ ઉર્ફે રઝાક ગોપલાણીની રૂપિયા 14 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ઝડપાયેલો શખ્સ સાહિલ અગાઉ પણ એનડીપીએસના કેસમા ઝડપાઈ ચુક્યો છે.

