Rajkotમાં મહિલા કર્મી દ્વારા પૂર્વ પીઆઇ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી

સોર્સ : GSTV
Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં પૂર્વ પીઆઇ વિરુદ્ધ દુષ્કર્મ હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી છે. અગાઉ રાજકોટ ખાતે ફરજ બજાવી ચૂકેલા વી.જે. ફર્નાન્ડીઝ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 41 વર્ષીય ટ્રાફિક વોર્ડન મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, પોલીસ સ્ટેશન ખાતે IPCની કલમ 376(2)(N) સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2019થી 2022 સુધી અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઓપરેશન ગંગાજળ હેઠળ અમદાવાદ ખાતે ફરજ બજાવનારા વી.જે.ફર્નાન્ડીઝને જૂન મહિનામાં ફરજિયાત નિવૃતિ આપવામાં આવી હતી.

