Rajkotના મોજીરા ગામ પાસે આવેલો ડેમ 70% ભરાયો, આ ગામોને એલર્ટ આપવામાં આવ્યું

સોર્સ : GSTV
રાજકોટના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમ 70% ભરાયો. સિંચાઈ વિભાગ દ્વારા ડેમ 70% ભરાઈ જવાની બાબતે હેઠવાસના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. ડેમની કુલ સપાટી 44 ફૂટ છે જ્યારે હાલની સપાટી 39.20 ફૂટ પહોંચી ગઈ છે. ડેમની જળ સપાટીમાં વધારો થશે તો તેમના દરવાજા ખોલવાની ફરજ પડશે જેને લઇને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપલેટા તાલુકાના મોજીરા, ખાખીજાળીયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સેવંત્રા, કેરાળા અને વાડલા સહિતના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક થશે તો તેમના દરવાજા ખોલવામાં આવશે જેના ભાગરુપે ઉપલેટા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. હાલમાં મોજ ડેમમાં 2957 ક્યુસેક પાણીની આવક હોવાની માહિતી મોજ સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર પવન જાવિયા દ્વારા જાહેર કરવામાં આવી

