VIDEO: ધોરાજીમાં પાછતરા વરસાદથી ખેડૂતો પાયમાલ
સોર્સ : gstv
રાજકોટના ધોરાજી પંથકમાં પાછતરા વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસમાં 'બાફારો' અને 'રાતડ' જેવા રોગ આવતાં ફાલ-ઝીંડવા ખરી પડ્યા છે, જેથી વીઘે ૨૦-૨૫ હજારના ખર્ચ સામે માંડ ૫-૭ મણ જ ઉતારો આવે તેવી સ્થિતિ છે. ખાતરના ડબલ ભાવ અને ટેકાના ભાવની નોંધણીમાં સર્વર તેમજ તંત્રની બેદરકારીથી પરેશાન ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી છે.

