Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Farmers protest over electricity in Upleta

VIDEO: ઉપલેટામાં વીજળી મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વીજળીના પ્રશ્ને ખેડૂતોનો રોષ સામે આવ્યો છે. સુપેડી અને ઝાંઝમેર ગામના મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપલેટાની પીજીવીસીએલ ગ્રામ્ય પેટા કચેરીનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે લોડ સેટિંગના નામે લાંબા સમયથી ખેતીવાડી વિસ્તારમાં અનિયમિત વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. હાલ ચોમાસુ પાક તૈયાર થવાના તબક્કામાં હોવાથી અંતિમ પિયત માટે વીજળી જરૂરી છે, પરંતુ અનિયમિત પુરવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે. વિરોધ દરમિયાન ખેડૂતોએ કચેરીની લાઈટો અને પંખા બંધ કરાવી કામગીરી અટકાવી હતી. એક તરફ તૈયાર પાકને બચાવવાની ચિંતા અને બીજી તરફ વીજળીની અનિયમિતતા... આ પરિસ્થિતિને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે. 

App Store

બીજી તરફ, પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે હાલમાં વીજ લોડ સેટિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થશે. તંત્ર દ્વારા ખેડૂતોને હેરાનગતિ ન થાય તે માટે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. હવે ખેડૂતોને નિયમિત વીજળી ક્યારે મળશે તેના પર સૌની નજર છે.