VIDEO: ઉપલેટામાં ખેડૂતની જમીન પચાવી પાડનાર પિતા-પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
સોર્સ : gstv
ઉપલેટામાં ખેડૂત વિમલભાઈ ડેરની કાયદેસરની જમીન પચાવી પાડવા મામલે 'કિંગ સર્વિસ સ્ટેશન' ચલાવતા પિતા સલીમ હિંગોરા અને તેના બે પુત્રો શાહનવાઝ તથા સોયબ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદી પાસે કાયદેસરનો વેચાણ દસ્તાવેજ હોવા છતાં, કબ્જો જમાવી બેઠેલા આ ત્રણેય શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિવિલ કોર્ટમાં લાંબી કાનૂની લડત બાદ વિમલભાઈની તરફેણમાં ચુકાદો આવતા રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશથી ત્રણેય સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની કડક તપાસ ધોરાજી ડિવિઝનના એએસપી (ASP) આઈ.પી.એસ. સિમરન ભારદ્વાજને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.

