VIDEO: ઉપલેટામાં ખરાબ રસ્તાથી કંટાળીને વિપક્ષી સદસ્યે જાતે જ શરૂ કરી કામગીરી, વીડિયો વાયરલ
સોર્સ : gstv
ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર ૮ના સદસ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાળાએ પોતાના વિસ્તારમાં ખરાબ રસ્તાની સમસ્યાને લઈને જાતે જ કામગીરી શરૂ કરી છે. તંત્ર દ્વારા સમયસર નિરાકરણ ન આવતા તેમણે ચાલુ વરસાદમાં પોતાની જાતે રસ્તાનું કામ હાથ ધર્યું હતું….આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. નગરપાલિકામાં અણધણ વહીવટ અને ફરિયાદોના મુદ્દે વિપક્ષ સતત આક્રમક બન્યો છે. વિપક્ષી સદસ્યોની સક્રિયતા અને સવાલોથી શાસક તંત્ર પર દબાણ વધી ગયું છે, જેણે સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.

