VIDEO: રાજકોટ લોકમેળામાં ડાયરો-રાસ ગરબાની જમાવટ થશે
સોર્સ : gstv
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનારા ભવ્ય લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાંચ દિવસ ચાલનારા આ લોકમેળામાં ડાયરો, રાસ-ગરબા અને કરાઓકે ગ્રુપ સહિત વિવિધ કલાકારો જમાવટ કરશે. કલાકારોની પસંદગી માટે નામોની યાદી મંગાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા આ લોકમેળામાં દર વર્ષે અંદાજે 15 લાખ લોકો ઉમટી પડે છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લે છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. મેળામાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિની આગવી ઝલક જોવા મળે છે. આ વખતે પણ આકર્ષક નામો મંગાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં લોકમેળાનું નામ જાહેર કરવામાં આવશે.

