VIDEO: રાજકોટ ગોંડલમાં પ્રેમિકાની ટ્રેન નીચે હત્યાનો ચોંકાવનારો ખુલાસો
સોર્સ : gstv
રાજકોટના ગોંડલમાં પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે. રાજકોટ રેલવે પોલીસે 25 વર્ષીય પ્રકાશ સોલંકીની પ્રેમિકા મંજુલાબેન બારૈયાની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ લગ્ન માટેના દબાણ બાદ આરોપીએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. શરૂઆતમાં અકસ્માત લાગતી ઘટનાનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ભેદ ઉકેલાયો હતો. બંને વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હોવાનું અને લગ્ન મુદ્દે વિવાદ થતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીની કબૂલાત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

