VIDEO: રાજકોટમાં એનલોગ પનીર મામલે ફરી મોટો ખુલાસો
સોર્સ : gstv
રાજકોટમાં એનલોગ પનીરના વેચાણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. 25 જૂને ફૂડ વિભાગે સીલ કરેલા કારખાનામાં ફરીથી ધમધમાટ જોવા મળ્યો છે. લાતી પ્લોટ વિસ્તારમાં 'ફોર્ચ્યુન પનીર' નામે એનલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ ચાલુ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. પ્રતિબંધની જાહેરાત છતાં તંત્ર જાહેરનામાની રાહ જોતું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય માટે હાનિકારક ગણાતું એનલોગ પનીર હાલમાં અંદાજે 450 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

