VIDEO: રાજકોટમાં પાણીના 7,228 સેમ્પલમાંથી માત્ર ત્રણ સેમ્પલ ગુણવત્તામાં નિષ્ફળ
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાની પાણીની ગુણવત્તાને લઈને સામે આવેલા બેદરકારીના મામલામાં વોટર વર્ક્સ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર કે.પી. ડેથળીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે મે અને જૂન મહિના દરમિયાન કુલ ૭,૨૨૮ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ૨૬૨ બેક્ટેરિયોલોજિકલ સેમ્પલનો પણ સમાવેશ થાય છે.આ તપાસ દરમિયાન માત્ર ત્રણ સેમ્પલ ફેલ થયા હતા, જે અક્ષરનગર, અમિતનગર અને કૈલાશધારા સોસાયટી વિસ્તારમાંથી લેવામાં આવ્યા હતા. સેમ્પલ ફેલ થતાં જ મનપા દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ અને જરૂરી સુધારાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી સેમ્પલ લઈને પાણીની ગુણવત્તાની સંપૂર્ણ ખાતરી કરવામાં આવી હોવાનું અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.

