VIDEO: જેતપુરની ડાઈંગ ફેક્ટરી ભીષણ આગ
સોર્સ : gstv
રાજકોટના જેતપુરમાં આવેલા નવાગઢ SBI બેંક રોડ પર મોટો આગનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા પ્રકાશ ડાઈંગ નામના કારખાનાના બીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના ચોક્કસ કારણની હાલ જાણકારી મળી નથી, પરંતુ જોતજોતામાં આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જેતપુર-નવાગઢ નગરપાલિકાના ૩ ફાયર ફાઈટરો અને જેતપુર ઉદ્યોગ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે.

