VIDEO:રાજકોટની પરિશ્રમ ટાઉનશિપમાં આવાસ ફાળવણી મુદ્દે વિવાદ
સોર્સ : GSTV
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ ટાઉનશિપના 200 જેટલા રહીશોએ રૂડાકચેરી ખાતે એકત્રિત થઈને આવાસ ફાળવણીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એસોસિયેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે, જેમને ખરેખર ઘરની જરૂર નથી તેવા લોકોને રૂડા દ્વારા આ આવાસ ફાળવી દેવામાં આવ્યા છે અને આવા તત્વો હવે સોસાયટીના એસોસિયેશન સાથે અવારનવાર માથાકૂટ કરી શાંતિ ડહોળી રહ્યા છે. સ્થાનિકોએ આ ગેરરીતિ સામે સખત નારાજગી વ્યક્ત કરી યોગ્ય તપાસની માંગ સાથે રૂડાના અધિકારીઓને રજૂઆત કરી હતી.

