VIDEO: રાજકોટ મનપાના 487 પ્લોટ ઉપર ગેરકાયદે દબાણ હોવાનો ખુલાસો
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાના 487 પ્લોટ ઉપર ગેરકાયદે દબાણ હોવાની ચોંકાવનારી વિગતો ટીપી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં દબાણકર્તાઓને અનેક નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા નથી. બગીચા, આવાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા જાહેર હેતુ માટેના પ્લોટમાં દબાણ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 25 વર્ષમાં ટીપી સ્કીમ હેઠળ મનપાને 1600થી વધુ પ્લોટ મળ્યા છે. જોકે, દબાણ દૂર કરવાને બદલે ટીપી વિભાગ દ્વારા માત્ર નોટિસ પર નોટિસ આપવાની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.

