VIDEO: Rajkot / જંગલેશ્વર વિસ્તારમાં થયેલું ડિમોલિશન ભાજપને ભારે પડ્યું, વોર્ડ નંબર-16માં કોંગ્રેસની આખી પેનલનો વિજય
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપ ભલે જીત્યું હોય પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-16માં ભાજપને કારમો ફટકો પડ્યો છે અને કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. ગત ચૂંટણીમાં જે બેઠકો ભાજપ પાસે હતી, તે ગુમાવવાનું મુખ્ય કારણ જંગલેશ્વર વિસ્તારમાં થયેલું 1500થી વધુ ગેરકાયદે મકાનોનું સંવેદનશીલ ડિમોલિશન હોવાનું મનાઈ રહ્યું છે. જંગલેશ્વર ડિમોલિશનના મુદ્દે સ્થાનિકોમાં રહેલા ભારે રોષનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો છે, જેના કારણે ભાજપે પોતાના હાથમાંથી આ મહત્વનો વોર્ડ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટના આ પરિણામે સાબિત કર્યું છે કે કડક વહીવટી નિર્ણયો ક્યારેક રાજકીય રીતે ભારે પડી શકે છે, પરિણામે કોંગ્રેસે આ વિસ્તારમાં ફરી પોતાની પકડ મજબૂત કરી છે.

