Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : cremation procession of four innocents who drowned in Alan Sagar Lake took place together

VIDEO: Rajkot / આલણ સાગર તળાવમાં ડૂબેલા 4 માસૂમોની એકસાથે નીકળી સ્મશાન યાત્રા, સમગ્ર પંથકમાં શોકનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જસદણના આલણ સાગર તળાવમાં નહાવા ગયેલા ચાર બાળકોના ડૂબી જવાથી થયેલા કરુણ મોત બાદ આજે આખા પંથકમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક બાળકો રામુ રાઠોડ , કાળુ રાઠોડ , રાજવીર રાઠોડ અને કિશન રાઠોડની આજે એકસાથે સ્મશાન યાત્રા નીકળતા વાતાવરણમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. ગઈકાલે તળાવ કિનારેથી માત્ર સાયકલ અને કપડાં મળ્યા બાદ આ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આજે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને પથ્થર દિલના માનવીની પણ આંખો ભીની થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મૃતક પરિવારોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને અંતિમ વિધિ માટે પ્રત્યેક પરિવારને ₹25,000ની આર્થિક સહાય અર્પણ કરી હતી.

App Store