VIDEO : Rajkot માં માનવતાનું ધામ, ₹500 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યું છે દેશનું સૌથી ભવ્ય વૃદ્ધાશ્રમ
સોર્સ : gstv
આજના સમયની વરવી વાસ્તવિકતા વચ્ચે રાજકોટમાં 500 કરોડના ખર્ચે એક ભવ્ય વૃદ્ધાશ્રમ આકાર લઈ રહ્યો છે. અહીં નિરાધાર અને ગંભીર બીમારીથી પીડાતા પાંચ હજાર વડીલો માટે આશ્રયની વ્યવસ્થા કરવામાં આવશે. હાલ એક બિલ્ડિંગ તૈયાર થતાં 700 જેટલા વડીલો ત્યાં વસવાટ કરી રહ્યા છે. આ આશ્રમની વિશેષતા એ છે કે અહીં કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓથી પીડાતા અને જેમને કોઈ સહારો નથી, તેવા વડીલોને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. હાલના રહેવાસીઓમાં 100 જેટલા વડીલો ગુજરાત બહારના છે.

