VIDEO: સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટે રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેંચ સ્થાપવાની માંગ
સોર્સ : gstv
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટે રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેંચ સ્થાપવાની માગણી સાથે માળિયા હાટી તાલુકા બાર એસોસિએશનના વકીલોએ આજે કોર્ટ કામગીરીમાંથી અળગા રહીને મામલતદાર કે.કે. વાળાને આવેદનપત્ર સોંપ્યું છે.આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટમાં કુલ કેસોમાંથી ૪૦ ટકા કેસો સૌરાષ્ટ્ર-કચ્છના છે. રાજકોટમાં બેંચ થવાથી અમદાવાદ હાઈકોર્ટનો ભાર ઘટશે અને અરજદારોનો સમય તેમજ પૈસાનો બગાડ અટકશે. વકીલોએ કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોએ અમદાવાદ જવા માટે ૧૦થી ૧૨ કલાકની મુસાફરી કરવી પડે છે. રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં બેંચ હોવાથી છેવાડાના લોકોને પણ ન્યાય સરળતાથી મળી શકે. વકીલ મંડળે તાત્કાલિક આ માગણી પૂરી કરવા સરકારને અપીલ કરી છે.

