VIDEO: ધોરાજીના મોટી મારડ ગામે ખૂની ખેલ, વાડીમાંથી દંપતીના મૃતદેહ મળ્યા
સોર્સ : gstv
ધોરાજીના મોટી મારડ ગામના વાડી વિસ્તારમાં બે વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. રમેશભાઈ ભૂતની વાડીમાંથી એક પુરુષ અને મહિલાની લાશ મળી આવી છે, જેઓ પતિ-પત્ની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બંનેના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ બંનેના મોતનું કારણ અકબંધ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

