VIDEO: ધોરાજીના ભૂતવડ ગામ પાસે પેટ્રોલ પંપ પર ખેડૂતોનો ધસારો, ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા રોષની લાગણી
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભૂતવડ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ બહાર ડીઝલ માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડીઝલની અછતને કારણે ખેડૂતો અને વાહનચાલકો ભારે પરેશાન બન્યા છે. ચોમાસુ પાકના વાવેતરનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિ કામ માટે રોજ 50થી 60 લિટર ડીઝલની જરૂર પડે છે, પરંતુ હાલમાં માત્ર 5થી 10 લિટર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી ખેડૂતો ડીઝલ મેળવવા માટે પંપ બહાર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે.

