VIDEO: રાજકોટ લોધિકા સંઘ ચૂંટણીમાં વિવાદ વિજય સખીયાની જીત બાદ આક્ષેપોનો મારો, મતદારોને ધમકાવ્યાનો પણ દાવો
સોર્સ : gstv
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બાદ વિવાદ વકર્યો છે. ક્ષત્રિય સમાજના ભામાશા ગણાતા પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને હરાવનારા વિજય સખીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક આક્ષેપો કર્યા. તેમના જણાવ્યા મુજબ ભાજપના વ્હિપ છતાં મતદાતાઓએ તેમને મત આપ્યો હતો. તેમણે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સહિતના આગેવાનો સામે ટિકિટ વેચાણ અને મતદારો પર દબાણના આક્ષેપ કર્યા. બીજી તરફ મતદાર લખમણ વિરાણીએ દાવો કર્યો કે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાન ચાવડા અને યુવા આગેવાન ચેતન દ્વારા તેમને સહીના બહાને ગાડીમાં બેસાડી દ્વારકા પંથકમાં લઈ જવાયા હતા. આ સમગ્ર મામલે હવે રાજકીય ચર્ચા તેજ બની છે.

