VIDEO: રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના આંતરિક વિવાદ અને પોલીસ સુરક્ષા વચ્ચે મતદાન
સોર્સ : gstv
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ૧૫ પૈકી ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ બાકી રહેલી ૫ બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ બેઠકો પર ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો આમને-સામનેઆવી જતા આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને મામલો પ્રદેશ તેમજ દિલ્હી સુધી પહોંચતા સહકારી રાજકારણ ગરમાયું છે.દરમિયાન, ભાજપના નેતા વિજય સખીયાએ પારદર્શક અને વિઘ્નરહિત ચૂંટણી તેમજ સુરક્ષા માટે સ્વખર્ચે પોલીસ પ્રોટેક્શન માંગતા તેમને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેની સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા.

