VIDEO: નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસનો ભાજપ સરકાર પર પ્રહાર
સોર્સ : gstv
રાજકોટમાં NEET પેપર લીક મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં વિદ્યાર્થીઓને 'દેશદ્રોહી' ગણાવતી સોશિયલ મીડિયા પોસ્ટનો વિરોધ નોંધાવ્યો છે. જૂનાગઢની એમ.એમ. ઘોડાસરા મહિલા અને આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય દિનેશ ડઢાણિયાના નિવેદન બાદ નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું કે ન્યાય માંગતા વિદ્યાર્થીઓ દેશદ્રોહી નહીં, પરંતુ પેપર લીક કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીકના આક્ષેપો સાથે કોંગ્રેસે સરકારને ઘેરી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવાનો આરોપ લગાવ્યો.

