Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Complaint against fraudster of more than ₹ 9 crore by luring high compensation in Rajkot

VIDEO: રાજકોટમાં ઊંચા વળતરની લાલચ આપી ₹૯ કરોડથી વધુની ઠગાઈ આચરનાર સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હાર્દિક તન્ના નામના શખ્સ સામે રૂ. 9 કરોડથી વધુની રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીએ વર્ષ 2022થી અત્યાર સુધી ફરિયાદીને રોકાણ કરાવવાની લાલચ આપી હતી. સાથે જ રોકાણની રકમ પર ઊંચું વળતર આપવાની ખાતરી આપી રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ છે. સમય જતાં રોકાણ કરેલી રકમ અને વળતર પરત ન મળતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે હાર્દિક તન્ના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સમગ્ર વ્યવહાર અને નાણાકીય લેવડદેવડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

App Store