VIDEO: રાજકોટમાં જૂની અદાવતમાં પાળતુ શ્વાન પાસે યુવક પર હુમલો કરાવતા સીસીટીવી વાયરલ
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં જૂની અદાવતનો બદલો લેવા માટે પાળતુ શ્વાનનો ઉપયોગ કરીને હુમલો કર્યાનો ખુલાસો થયો છે..માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિશન મેવાડા નામના યુવાન પર દીપ જાડેજા નામના શખ્સે પોતાના પાળતુ શ્વાન દ્વારા હુમલો કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભોગ બનનારના મતે, અગાઉ મોબાઈલ ફોન બાબતે થયેલી બોલાચાલી અને જૂની અદાવતને કારણે આ હુમલો કરાવાયો હતો. તેનો દાવો છે કે દીપે પોતાના શ્વાનને ખાસ તાલીમ આપીને તેના પર છોડ્યો હતો. હાલમાં આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

