VIDEO: રાજકોટ-જામનગર હાઈવે પર કાર સળગી ઊઠી
સોર્સ : gstv
રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી બસ સ્ટોપ નજીક કારમાં અચાનક આગ લાગતા ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સળગેલી કાર રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અશ્વિન મોલીયાની હોવાનું સામે આવ્યું છે. કારમાં આગ લાગ્યાની જાણ થતાં અશ્વિન મોલીયા સહિત બે વ્યક્તિઓ સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

