Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 15 passengers injured as bus overturns after colliding with truck

VIDEO: રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલ્ટાતા 15 મુસાફરો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. ધ્રોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક સાથે ખાનગી બસની ટક્કર થતાં બસ પલટી મારી ગઇ હતી. જેમાં બસમાં હાજર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઇ હતી. માહિતી અનુસાર લગભગ 15 જેટલાં મુસાફરોને ઈજા થઇ હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

App Store

ધ્રોલ નજીક અકસ્માત 

માહિતી અનુસાર ધ્રોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં હાલાર હોટેલ આવેલી હતી. ખાનગી બસ પલટી મારી જતાં મુસાફરોની ચીસા ચીસથી હાઇવે દ્રવી ઊઠ્યો હતો. જોકે સદભાગ્યે હજુ સુધી કોઈ મુસાફરે જીવ ગુમાવ્યાના અહેવાલ સામે આવ્યા નથી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં તે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવા અને આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.