VIDEO: ખાનગી કંપનીના મેનેજરની બંને કારને નિશાન બનાવાઈ
સોર્સ : gstv
રાજકોટના રેલનગર વિસ્તારમાં દ્વારિકા વિલેજમાં પાર્ક કરાયેલી બે કારમાં આગ ચાંપવાની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા વિશાલ હીરાણીની બંને કારમાં રાત્રિના સમયે આગ લાગતા સોસાયટીમાં દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સીસીટીવી તપાસ દરમિયાન પાડોશમાં રહેતા હાર્દિક પોપટે જવલનશીલ પ્રવાહી છાંટી દિવાસળીથી આગ લગાવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. અગાઉ થયેલી પોલીસ ફરિયાદના ખાર રાખી આગ લગાવ્યાનો ફરિયાદીનો આક્ષેપ છે. સમગ્ર મામલે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

