VIDEO: રાજકોટમાં પૂરપાટ ઝડપે જતી ST વોલ્વો બસે વૃદ્ધાને કચડ્યા, ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
સોર્સ : gstv
રાજકોટના પારેવડી ચોકમાં સર્જાયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પુરપાટ ઝડપે આવતી એસ.ટી.ની વોલ્વો બસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધા હલુબેન ચાવડાને જોરદાર ટક્કર મારી કચડી નાખ્યા હતા. જંગલેશ્વર વિસ્તારના રહેવાસી હલુબેન પોતાના બહેનના ઘરે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ મામલે બી-ડિવિઝન પોલીસે વોલ્વો બસના ડ્રાઇવર રણજીતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

