Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Amit Shah appeals to farmers to reduce fertilizer use and switch to organic farming

Rajkot news: ખાતરનો ઉપયોગ ઘટાડી, જૈવિક ખેતી તરફ વળવા અમિત શાહની ખેડૂતોને અપીલ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: ખાતરનો ઉપયોગ ઘટાડી, જૈવિક ખેતી તરફ વળવા અમિત શાહની ખેડૂતોને અપીલ
સોર્સ : GSTV

Rajkot news: શારદીય નવરાત્રીના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજકોટની મુલાકાતે આવ્યા છે. રાજ્યના રાજકારણમાં કંઈક નવા જૂની થવાની શક્યતા અગાઉ પીએમ મોદી બે વાર અને અમિત શાહ નવરાત્રીમાં આવ્યા છે.  રાજકોટની જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભામાં પહોંચેલા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ જિલ્લા બેંક ખાતે વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

App Store

આ પ્રસંગે બેંકના ચેરમેન જયેશ રાદડિયા પણ સાથે રહ્યા હતા. ત્યારબાદ અમિત શાહે જંગી મેદનીને સંબોધન કર્યું હતું. તેમને જણાવ્યું કે, આજે મેં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલે સહકારી ક્ષેત્રને ખૂબ આગળ વધાર્યું છે. હવે તેઓના પગલે જયેશ રાદડિયા પણ ચાલે છે. 53 વર્ષ સુધી સતત ઓડિટનો અવર, 1 ટકા કરતાં રાજકોટ જિલ્લા બેંકનું NPA ઓછું છે. 

આગળ અમિત શાહે સૌરાષ્ટ્રના ખેડૂતોને જણાવ્યું કે, ખાતરનો ઉપયોગ ઘટાડી , જૈવિક ખેતી તરફ વળવું જોઈએ. ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક અને જૈવિક ખેતી અપનાવીએ.જૈવિક ખેતીથી આરોગ્ય સુધારવા અપીલ કરી હતી. જૈવિક ખેતી કરનારને મોટો નફો મળે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. ત્યારબાદ અમિત શાહે નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.