Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court to hear Asaram's regular bail plea on September 26

Ahmedabad news: આસારામની નિયમિત જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટે 26 સપ્ટેમ્બરે સુનાવણી નક્કી કરી

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: આસારામની નિયમિત જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટે 26 સપ્ટેમ્બરે સુનાવણી નક્કી કરી
સોર્સ : GSTV

Ahmedabad news: દુષ્કર્મ કેસના આરોપી આસારામને નિયમિત જામીન અરજી અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આસારામના વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે હાલ આસારામ સારવાર હેઠળ છે. તેમજ રાજસ્થાનના જોધપુરમાં પણ જામીન અરજી મૂકાશે તેવી રજૂઆત કરાઈ હતી. જો કે, ગુજરાત હાઈકોર્ટે રાજસ્થાનની હાઈકોર્ટમાં અરજી કરવા તાકીદ કરી. હાઈકોર્ટે નિયમિત જામીન અરજી પર 26 સપ્ટેમ્બરના રોજ સુનાવણી નક્કી કરી છે.

App Store

મળતી માહિતી અનુસાર, દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા અને આજીવન કારાવાસની સજા ભોગવતા 84 વર્ષીય આસારામની તબિયતને લઈ ગુજરાત હાઈકોર્ટ અને રાજસ્થાનની જોધપુર કોર્ટમાં નિયમિત જામીન માટે ચક્કર ખાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન અને ક્રિમિનલ અપીલ અંગે જામીન અરજી પર સુનાવણી યોજવામાં આવી હતી. આસારામ તરફથી હાઈકોર્ટમાં સારવાર ચાલતી હોવાની રજૂઆત કરાઈ હતી. તેમજ જોધપુર કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવશે તેવી આસારામ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે આ અંગે વધુ સુનાવણી 26 સપ્ટેમ્બરે યોજશે અને રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરવા આસારામના વકીલને તાકીદ કરવામાં આવી હતી. 

 શું છે સમગ્ર મામલો
ગાંધીનગરની ગ્રામ્ય કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઇકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ રાખ્યા હતા. જોકે, ફરીથી જામીન લંબાવવાને લઈને કરેલી અરજી અંગે હાઇકોર્ટે આસારામના જામીન એક મહિના માટે લંબાવાયા હતા. 

આસારામના જામીન એક મહિનો લંબાવ્યા
દુષ્કર્મ કેસના આરોપી આસારામને તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા. જ્યારે આસારામ દ્વારા જામીન લંબાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટમાં દોઢ કલાક સુધી સુનાવણી ચાલી હતી. આસારામે વધુ ત્રણ મહિના માટે જામીનને લઈને અરજી કરી હતી, ત્યારે હાઇકોર્ટે એક મહિનાના જામીન મંજૂર કર્યા છે.