VIDEO: RAJKOTમાં સરકારી કર્મચારી ભાજપના કાર્યાલયમાં ફોર્મ ભરતા જોવા મળ્યાનો આક્ષેપ, મીડિયાને જોઈને ભાગ્યા..!
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે એક વિવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી દરમિયાન 'કમલમ' કાર્યાલય ખાતે મનપાના કર્મચારી ભાર્ગવ ઠાકર હાજર જોવા મળતા હોબાળો મચ્યો હતો. સરકારી કર્મચારી પક્ષના કાર્યાલયમાં ફોર્મ ભરતા હોવાની જાણ થતા મીડિયા ત્યાં પહોંચ્યું હતું. મીડિયાને જોઈને કર્મચારી તાત્કાલિક ઉભા થઈને બહાર નીકળી ગયા હતા. પૂછપરછ દરમિયાન તેમણે બચાવ કરતા જણાવ્યું કે, ઉમેદવાર તેમના મિત્ર હોવાથી તેઓ માત્ર મળવા આવ્યા હતા. જોકે, સરકારી કર્મચારીની પક્ષના કાર્યાલયમાં આવી હાજરીએ તટસ્થ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉભા કર્યા છે.

